પટેલ એમ.એમ. હાઈસ્કૂલ, ઇટાદરા આપનું હાર્દિક સ્વાગત કરે છે.
શિક્ષકનું કામ રોડ-રસ્તા જેવું છે તે દરેક વિદ્યાર્થીને પોતાના પરથી પસાર કરી પ્રગતિ માટે આગળ મોકલે છે અને પોતે ત્યાંના ત્યાં રહે છે અને છતાં પણ ખુશ હોય છે.

@ વ્યસન મુક્તિ અભિયાન @

વ્યસન એ તમારી સાથે જ રહેતો તમારા મિત્ર જેવો છે પણ તે તમને ખતમ કરનારો મોટામાં મોટો શત્રુ છે. વ્યસન કરતાં પહેલા તમે ક્યારેય વિચાર કર્યો છે કે તેનાથી જો તમને કંઇક થઇ જાય તો તમારા પર નિર્ભર તમારી પત્ની, બાળકો, માતા-પિતા, ભાઈ-બહેન અને સગા-સંબંધીનું કોણ ? તમારા પછી તમારા પર આશ્રીત વ્યક્તિઓનું શું થશે? વ્યસન એ મોજમસ્તી, મિત્રતા કે ટેન્શન દુર કરવાનું કોઈ સાધન નથી. ભાઈઓ આજથી જ જાગો અને સંકલ્પ કરો કે તમે વ્યસન નહિ કરો અને તમારા કોઈ મિત્રને તેની સાચી સમજ આપશો. કોઈપણ વ્યસનની શરૂઆત નાની અમથી લાગતી ગુટખા, પાન-મસાલા કે સોપારીથીજ થાય છે.
pmmitadara@gmail.com