પટેલ એમ.એમ. હાઈસ્કૂલ, ઇટાદરા આપનું હાર્દિક સ્વાગત કરે છે.
શિક્ષકનું કામ રોડ-રસ્તા જેવું છે તે દરેક વિદ્યાર્થીને પોતાના પરથી પસાર કરી પ્રગતિ માટે આગળ મોકલે છે અને પોતે ત્યાંના ત્યાં રહે છે અને છતાં પણ ખુશ હોય છે.

@ વિદ્યાર્થી જોગ @

આ સંસ્થામાં અભ્યાસ કરી કોઈ પણ જગ્યાએ ઉચ્ચ પદવી મેળવનાર કે  વિદેશમાં સ્થાયી થયેલ શાળાના દરેક ભૂતપૂર્વ વિદ્યાર્થીને જાણ થાય કે તમે સંસ્થાના ઇમેલ પર તમારો ફોટો મોકલશો તો તેને આ વેબસાઈટ માં મૂકવામાં આવશે અને તેને અમે અમારી સંસ્થાનું ગૌરવ ગણી છું.
pmmitadara@gmail.com

@ WELCOME TO ITADARA SCHOOL @

=>>પટેલ એમ.એમ. હાઈસ્કૂલ, ઇટાદરા  ગામના તમામ વડીલો, માતાઓ, ગ્રામજનો, ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ, દાતાશ્રીઓ, સર્વ શિક્ષણ પ્રેમીઓ, તારલાની જેમ ચમકી રહેલા વિધાર્થીઓ તેમજ અમારી સંસ્થાના ઋણી સર્વેનું શાળા પરિવાર હાર્દિક સ્વાગત કરે છે.
=>>વિદ્યાર્થીઓના શ્રેષ્ઠ  વિકાસ માટે  દરેક મિત્રો  અમારી સ્કૂલમાં અવશ્ય પધારતા રહો અને અમને સલાહ, સુચન અને તમારા માર્ગદર્શનનો લાભ આપતા રહો.
           - ધર્મેશભાઈ એ.પ્રજાપતિ   ( પ્રિન્સીપાલ)  

@ વ્યસન મુક્તિ અભિયાન @

વ્યસન એ તમારી સાથે જ રહેતો તમારા મિત્ર જેવો છે પણ તે તમને ખતમ કરનારો મોટામાં મોટો શત્રુ છે. વ્યસન કરતાં પહેલા તમે ક્યારેય વિચાર કર્યો છે કે તેનાથી જો તમને કંઇક થઇ જાય તો તમારા પર નિર્ભર તમારી પત્ની, બાળકો, માતા-પિતા, ભાઈ-બહેન અને સગા-સંબંધીનું કોણ ? તમારા પછી તમારા પર આશ્રીત વ્યક્તિઓનું શું થશે? વ્યસન એ મોજમસ્તી, મિત્રતા કે ટેન્શન દુર કરવાનું કોઈ સાધન નથી. ભાઈઓ આજથી જ જાગો અને સંકલ્પ કરો કે તમે વ્યસન નહિ કરો અને તમારા કોઈ મિત્રને તેની સાચી સમજ આપશો. કોઈપણ વ્યસનની શરૂઆત નાની અમથી લાગતી ગુટખા, પાન-મસાલા કે સોપારીથીજ થાય છે.
pmmitadara@gmail.com